અવ્વલ આવવાની લડતમાં હું જીવવું ભૂલી ગઈ..
કંઈક બનાવવાની લહાયમાં હું માણવું ભૂલી ગઈ..
ડિગ્રીઓ લઈને જ્યારે બહાર આવી ત્યારે સમજાયું હું જુવાની ભૂલી ગઈ..
સૌ ને બતાવવાની દોડમાં હું મારો સ્વ ભૂલી ગઈ..
બનવા ખાતર તો ........................
હું એક દીકરી બની..
એક પત્ની બની..
એક મા બની..
એક પ્રતિષ્ઠિત વ્યક્તિ બની..
પણ.....,, એ સૌથી પર,, મારી અંદર રહેલી "હું" ભૂલી ગઈ...
-nirali polara