" મર્જ એ ઇશ્ક "
ના હવા કામ આવી, ના દુવા કામ આવી.
મર્જ છે ઇશ્કનું આ, ના દવા કામ આવી.
તાર પણ આ હૃદયનાં, છેડયાં કંઇક એવાં,
વાંસળી કામ આવી ના વિણા કામ આવી.
કોઇનાં પણ હૃદયમાં જો વસી ગ્યાં પછી તો,
એમના દિલ વિના કો' ના જગા કામ આવી.
લાગયો છે બદલવા પ્રેમ પણ જિંદગીનો,
પાનખર કે વસંતની, ના મજા કામ આવી.
"વ્યોમ" એક ઝાંઝવું મેં દોરયું શુષ્ક રણમાં,
દેખતાં એમ રહ્યાં, ના તૃષ્ણા કામ આવી.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.