જોને રોજ ઝેર પીને
પણ હું મરતી નથી
કેવી પરાધીન છું
રોજ અપમાનિત
થઈ ને જીવું છું
કેવી પરાધીન છું
તેને નથી ગમતું
તોય તેના ઘરમાં છું
કેવી પરાધીન છું
બધા જાણે છે મારી વેદના
તોય કોઈ પૂછતું નથી
કેવી પરાધીન છું
હું જ મારી દુશ્મન છું કદાચ
સહન કરું છું બધું ખામોશ
કેવી પરાધીન છું.
dhamak
(ગુજરાતી અને હિન્દી બંનેમાં
બનાવેલી કવિતા છે મારી)