" બાળપણના દિવસ "
કપડાં હતાં મેલાં, પણ મનનાં હતાં ચોખાં.
બાળપણના દિવસો, પણ ખૂબ હતાં નોખાં.
નાત-જાત કે ધર્મ, કોઈનાં કદી ના પૂછતાં,
હૃદયથી બંધાયેલ એ સબંધ હતાં અનોખાં.
ખખડધજ સાઈકલ ને ડબલ સવારી, તો
ફેરવતાં હતાં જૂનાં જૂનાં ટાયરોનાં જોટા.
રમત રમતાં લખોટી, ગિલ્લી - દંડા ને તાસ,
પડમાં મૂકતાં અવનવાં માચીસોનાં ખોખાં.
બિસ્કિટનાં ટુકડા કરતાં, કહેતાં છે સરખા,
મિત્રને મિત્ર "વ્યોમ", ન આપતાં કદી ધોખા.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.