પરિવાર શબ્દ જ સાંભળો એટલે એક મકાનને ઘર બનાવતાં અને લાગણીઓના તાંતણે વણાયને રહેતા સભ્યો. આ પરિવારમાં બાપ અને દિકરા સાથેનો સબંધ અને બાપ અને દીકરી સાથેનો સબંધ કઈક અંશે થોડો અલગ પડતો હોય છે. જ્યારે બાપ ઘરમાં બધીજ ખુશીઓ, સુખ સગવડો અને સંપત્તિ ભેગી કરવા માટે દોડતો હોય તો તે પોતાના દીકરા માટે દોડે છે. બાપ અને બેટાનો સબંધ સુખ અને તકલીફોની વહેચણી શબ્દો દ્વારા કે વાતચીત દ્વારા અશંતઃ જ થતી હોય છે.પણ જ્યાર બાપ ખુશ હોય કે વધુ દુઃખી હોય તો તે પોતાનું હૈયું તો માત્ર દીકરી આગળ જ ઠાલવે. ભલે દીકરી પરણીને સાસરે ગઈ હોય કે ઘરમાં હોય. આ બાપ અને દીકરી વચ્ચેનો સબંધ જ અલગ પડતો અને લાગણીઓની નિકટનો છે. તેથી જ બાપ માટે દીકરી અણમોલ હોય અને માં માટે દીકરો રતન હોય છે. આવા સબંધ અને બંધન થકી જ કુટુંબ સંપથી રહેતું હોય છે.
- ભૂપેન પટેલ અજ્ઞાત