હોળી તો અગ્નિની નહીં, અંતરની જ્વાળા શમાવાની છે,
દ્વેષના કાંટા કાઢી, પ્રેમની વેલ વાવવાની છે.
રંગ તો ચહેરા પર સૌ કોઈ ચઢાવી લે છે,
પણ મનમાં સ્નેહના રંગ ભળે તો જ સાચી ઉજવણી છે.
અહંકારની રાખ ઉડી જાય પવન સાથે,
ક્ષમાના ગુલાલથી જીવન રંગાય ત્યારે જ ધુળેટી છે.