તમે, હું કે પછી કોઈપણ વ્યક્તિ,
આપણે સૌ
સમય, સંજોગો અને લોકોના ભરોસે હોઈએ છીએ, જ્યારે આપણી જિંદગી....એતો સદાયને માટે માત્રને માત્ર આપણા જ ભરોસે હોય છે,
માટે એને કષ્ટ થાય, વેડફાય, કે પછી
એ એકે બાજુની ન રહે એવા સમયનું નિર્માણ ઊભું થાય,
એવું એકપણ કામ કરતા પહેલાં સો વાર વિચારવું, અને જો આપણે આપણી જિંદગીને ખરેખર દુઃખ ન થાય એવું ઇચ્છતા હોઈએ,
તો આજીવન આ એક વાતનો સ્વીકાર કરી, સમગ્ર જીવન જીવવું કે,
આપણને જીવન આપવાવાળા ખુદ ઇશ્વર છે, માટે હરહંમેશ ઉપરવાળા ઉપર ભરોસો રાખી, જ્યારે જ્યારે આપણને સાચા રસ્તે આપણા જીવનને ખુશ રાખવાના આપણા પ્રયત્નો એળે જતા દેખાય, ત્યારે એકપણ વાર,
ખોટો રસ્તો શોધવાને બદલે,
બધું ઈશ્વર પર છોડી દેવું, આમ કરવાથી આગળ જતાં આપણે જોઈશું કે, કોઈને કોઈક સાચો રસ્તો ખુદ ઈશ્વર જ આપણને બતાવશે, માટે ખરાબ સમયમાં થોડી ધીરજ રાખવી, કેમકે ઈશ્વરના દરબારમાં દેર છે, અંધેર નહીં.