વધવું Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

વધવું Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful વધવું quote can lift spirits and rekindle determination. વધવું Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

વધવું bites

#વધવું
પ્રમાણ નક્કી કરી નાંખ્યાં હોય તો મૂલ્ય છેવટનુ વધવુ જોઈએ,
આંકડાઓની રમતમા સંબંધો ગણી રાખ્યાં હોય તો સ્નેહ વધવું જોઈએ,,! #વિજય

અર્થ વગર અથડાયા, શુ આર શુ પાર

કોરા કાગળની કલમે, શુ સંઘર્ષ શું તાળી

નજરું જેની આડી, શુ જાણી શુ કાણી

કાચબાની સસલા આગળ, શુ ગતિ શુ મતી

#વધવું જેને વૃદ્ધ તરફ,  શુ દૂધ શુ પાણી

- દિપક માવાણી

આજે મારા વિચારો માં જ
આ દીવાનખાના ને
વ્યવસ્થિત કર્યું,
મનમાં પૂછી પૂછી
વસ્તુ ઓ આમ થી તેમ બદલી ને ગોઠવી.....
પડદા બદલાવ્યા
પુસ્તકો ની લાઈબ્રેરી ગોઠવી
સોફા અને લેમ્પ ને
એક નવી જગ્યા આપી
ગાલીચો બદલી નાખ્યો
નવી કાર્પેટ ને સ્થાન આપ્યું
મન પ્રસન્ન થાય એવું શુશોભન થયું
એજ વખતે વધતાં
અટકી ગઈ
મન માં એક સવાલ ઉઠ્યો...
દરેક વસ્તુ પોતાની જગ્યાએ છે
આમાં મને ક્યાં ગોઠવું?
કેન્દ્રબિંદુ શોધુ છું....
જ્યાં હું સરખી રીતે બેસી શકું
એમ વિચારતી
બારી પાસે એમજ
બહાર તાકી રહી..
ખાલી આંખે....
એક ટુકડો આકાશનો....
#વધવું

વધવું એવી રીતે કે
કોઈને નડીએ નહીં
#વધવું

#વધવું

ઓ જીદંગી, બહુ રમે છે તું મારી ખુશીઓ સાથે,મારો ઈરાદો પણ મજબુત છે,વધીશ જ હંમેશાં આગળ હસતા મોઢે...!😄

લી.દિવ્યાંગ ચાવડા.✍

વધતી વયની સાથે થોડું વ્હાલ પણ વધ્યું...
એક-મેકથી આપણ થોડા વધારે નજીક આવ્યા.
વધતી વયની સાથે....
થોડી કરચલીઓ પણ પડશે શરીર ઉપર...
વધતી વયની સાથે થોડો ચહેરો પણ બદલાશે
થોડું રૂપ પણ ઓછું થશે,
આપણે તૈયાર રહેવું પડશે તેને સ્વીકારવા...!!
સંતાનો હવે મોટા થયા છે...
તેઓ પણ પડ્યા છે તેમની પ્રવૃત્તિમાં..
સંતાનો આપણને ખૂબ ચાહે છે.
આપણે પણ તેમને ખૂબજ પ્રેમ કરીએ છીએ.
હવે તેમની જવાબદારીમાંથી મુક્ત છીએ.
આપણાંથી બનતું બધું જ કર્યું આપણે
હવે, ફક્ત હું અને તું જ છીએ
એક-મેકની સાથે બેસવા ને વાતો કરવા
અને ત્રીજો આ હિંચકો,
જે આપણાં સાથની સાબિતી છે.
આપણું આ ઘર પંખીનો માળો
જેમ માળમાંથી બચ્ચાં મોટા થાય ને ઉડી જાય..!
તેમ આપણાંય બાળકો આપણને
છોડીને ચાલ્યા જશે.
આપણે તૈયાર રહેવું પડશે તેને સ્વીકારવા
છલ્લે તો હું અને તું બે જ હોઇશું અને
સાથે હશે આ વધતી વયનું વ્હાલ
એક-મેકનો હાથ પકડી આ હીંચકા ઉપર ઝૂલવા..

Jasmin


#વધવું