KAVYOTSAV Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

KAVYOTSAV Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful KAVYOTSAV quote can lift spirits and rekindle determination. KAVYOTSAV Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

KAVYOTSAV bites

#Navratri
#Kavyotsav

આમ તો હું ચંડી, ચામુંડા ને દુર્ગાનું રૂપ,
પણ તું મારો કાન ને હું તારી રાધા સ્વરૂપ.

મોર્ડન કપડાં પહેરી ભલે ઘુમુ વર્ષ આખું,
પણ નોરતાએ તો ચણીયા ચોળી નિખારે રૂપ.

સાબરમતી કિનારે રમશું ગરબા ને રાસ,
જોશે હવે દુનિયા આપણું પારંપરિક સ્વરૂપ.

ભલેને હોય ગોપીઓ હજાર તારી આસપાસ,
પણ તારા પ્રેમનો રંગ નીખારશે મારું આ રૂપ.

ઘુમિશું ગરબે મેળવીને તાલ સંગ સંગ જ્યારે,
જગ પણ રહેશે દંગ જોઈ રાધા કૃષ્ણનું સ્વરૂપ.

યુગો યુગથી જુદાઈની પરંપરા આવતી ચાલી,
ભળીશું એકમેકમાં ને થઈને રહીશું એક રૂપ.

આમ તો હું ચંડી, ચામુંડા ને દુર્ગાનું રૂપ,
પણ હું તારું વિશ્વ ને તું મારા બ્રહ્માંડ સ્વરૂપ.

©શેફાલી શાહ

#Kavyotsav
#Navratri

#નવરાત્રિ
#navratri
#kavyotsav
#નવરાત્રી

જરા,બાલ્યા હો કે ભલે હો જવાની
સદા સર્વદા સાથ દે મા ભવાની

જલાવું છું હું ધૂપ પ્રગટાવું દીપક
શરણ એક તારું તું જીવનનું શીર્ષક
લઈ એકતારો ભજું છું મૃડાની
સદા સર્વદા સાથ દે મા ભવાની

હવન, પૂજા, વંદન ન કરવાનું જાણું
હાં, હૈયૈ ગવાતું તુજ આરતીનું ગાણું
તું એક જ સહારો નમું છું ઈશાની
સદા સર્વદા સાથ દે મા ભવાની

તમસ પાપ કેરાં હરી લે ઓ માતા
દે પુણ્યજ્યોતિ, દે ચિતડાને શાતા
નમન કોટિ કોટિ કરું છું શિવાની
સદા સર્વદા સાથ દે મા ભવાની

- ડૉ. રંજન જોષી

#Navratri
#kavyotsav
#કાવ્યોત્સવ


આંખે આભના તારલા ચમકતા,
નવલી નવરાતે...
તમે આવો ને હો તમે આવોને,
તમે આવો ને કાન રમવા ને રાસ...
મોહન મોરલીવાળા....
પહેર્યા પીતાંબર એને કેડ માં કંદોરા,
માથે મોરપીંછ પાઘ..
એની વાંસળી હો એની વાંસળી
એની વાંસળી લાગે વાલી રે કનૈયા..
મોહન મોરલીવાળા.....
ગાયો ચરાવતો કાનો ગોવાળિયો,
માખણ રાધા માથે...
એની મટકી હો એની મટકી..
એની મટકી ફોડીને માખણ ખાધું રે કનૈયા...
મોહન મોરલીવાળા.....

#Kavyotsav
#Navratri


होकर शेर पर सवार
कर कर सोलह श्रृंगार
आई दुर्गे भवानी नवरात्रि में

भक्तों की लंबी कतार
हाथों में फूलों का हार
जगमग रोशन जहान नवरात्रि में

अगर, कपूर और धूप
माँ का पावन है रुप
माँ की जय जयकार नवरात्रि में

माँ भक्तों के काज संवारती
दुष्टों को ललकारती
माँ जीवन महकाती नवरात्रि में

ये नौ दिन का त्योहार है
लगता माँ में ही ध्यान है
ये है माँ का उपकार नवरात्रि में।।

✍नेहा शर्मा

#Navratri
#Kavyotsav

માડી તારી કૃપા અપરંપાર
વંદન કરું હું તને વારંવાર

આવ્યાં નવરાત્રિનાં નવ વાર
કરો કુમકુમ પગલાં મારે દ્વાર

કરૂં હું બસ તારો જય જયકાર
આ જીવન નૈયા કરાવી દે પાર

તારી આશિષ મળી રહે અપાર
કષ્ટ આપનાર નો કરે તું સંહાર

आली रे आली आनंदाची वेळा
देवी महिमा गाण्याची वेळा

नवली नवरात्रिची शुभ वेळा
अम्बे स्तुति करण्याची वेळा

कधी कधी गरबा करून खेळा
कधी कधी दांडिया घेऊन खेळा

सगळ्याने एकत्रित करून खेळा
मनात हर्षोल्लास भरून खेळा

#Navratri
#Kavyotsav

#navratri
#kavyotsav

ઢમ..ઢમ..ઢમ.ઢમ.ઢમ.ઢમ.ઢમ..
ઢોલની થપાટે ગરબો ઘૂમે માડી તારાં આગમનની સહુ રાહ જુએ.
ઝૂમી ઝૂમીને તાલમાં રમે એક સાથ મળીને સહુ ગરબો ઝીલે.

તારો પ્રેમગુલાલ માડી ગરબે ઘુમવા આવ ઢમ ઢમ ઢોલક વાગે.
હે.હે.હરસિધ્ધિ તારું ઝાંઝર ઝણકે ગરબે તારાં જો ઘેરૈયા ઘૂમે.

પૂનમની રાત આવી ઉમંગે સારી શ્રુષ્ટિ નાચી માડી સાથે ગરબે ઘૂમે.
માઁ તારાં દિલમાં રહું પાલવ પકડી તારો 'દિલ' તારી સાથે ગરબે ઘૂમે.
દક્ષેશ ઇનામદાર.'દિલ'..

#Navratri
#Kavyotsav

નાર નવેલી...

જોઈ'તી એક નાર નવેલી,
આંખમાં કાજળ ને હાથોમાં ચૂડી.

ઘૂમે જ્યારે ગરબે એ છોરી,
ઉડે ચુનરી ને અનાવૃત થાય ચોલી.

યૌવન એનું મદમસ્ત થાતું,
મસ્તીમાં હોય જાણે કોઈ પ્રેમ ઘેલી.

રૂમઝૂમ રૂમઝૂમ ચાલે એવી,
કે કેડનો કંદોરો લે એની કમર ચૂમી.

પ્રસ્વેદ બિંદુ ગળેથી સરર સરકે,
જાણે ઉતાવળ હોય ઉરોજ મિલનની.

રૂપ એનું એવું ઝગારા મારતું,
સ્વર્ગની અપ્સરા સાક્ષાત અવતરેલી.

જોઈ'તી એક નાર નવેલી,
જેની કાતિલ અદાઓ મારા હૈયે ખૂંપેલી.

Rohit Prajapati...

#Navratri
#Kavyotsav

#Kavyotsav
#Navratri

बेइंतहा

सूनी सूनी अंखियों में एक तेरी तलाश है,
खेल रही डांडिया पर बस तेरी ही प्यास है.

हाथ जोड़ माता को मैं करती रहती बिनती,
कर दे कामना पूरी, एक तुझसे ही आस है.

ओढ़ के आई देख आज सितारों वाली चुनरी,
सिर्फ़ तेरे लिए ही पहना खास ये लिबास है.

चांद सी चमकिली बिंदी सजाई है ललाट पे,
फ़िर भी फिकी पड़ी चमक, क्योंकी तू उदास है.

कर लूंगी इन्तजार तेरा जब तक मेरी सांस है,
क्योंकी अपने प्यार पे मुझे बेइंतहा विश्वास है.

Shefali Shah

#Kavyotsav
#Navratri