chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

કોઈ પાસે એટલી અપેક્ષા ન રાખો કે એ તમારા દુ:ખનું કારણ બને. અપેક્ષા યોગ્ય વ્યક્તિ પાસે રાખો. એવી વ્યક્તિ જેને તમારી અપેક્ષાઓ પૂરી કરવામાં આનંદ આવતો હોય.  
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

તમામ પ્રકારનાં સુખ હોય તો એની ખુશી વહેંચવા માટે પણ માણસને માણસની જરૂર પડે છે. માણસ એકલો દુ:ખી થઈ શકે, પણ એકલો સુખી થઈ શકે નહીં.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

કોઈ વ્યક્તિ અપેક્ષા રાખવાનું બંધ કરી દે ત્યારે સમજવું કે આ સંબંધ હવે અંત તરફ જઈ રહ્યો છે, કારણ કે સંબંધ હોય તો અપેક્ષા રહેવાની જ છે. સમજુ લોકો સંબંધ તોડતા નથી, પણ એને અપેક્ષાઓથી મુક્ત કરી દે છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

અબોલામાં ઉકળાટ હોય છે, મૌનમાં અનુભૂતિ હોય છે. આપણી પોતાની હયાતીનો અહેસાસ કરાવે એ ખરું મૌન.  
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

ભયને જો કાબૂમાં ન રાખીએ તો એ મોટો ને મોટો થતો જાય છે અને છેલ્લે ભય આપણને જ ભરખી જાય છે. દરેક ડરથી મુક્ત હોય એ જ વ્યક્તિ ખરેખર સ્વતંત્ર હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

આપણે સારી યાદોને સાચવીએ છીએ, પણ માત્ર ફોટાના આલ્બમમાં કે પછી મોબાઇલની ગેલેરીમાં. મનમાં શું સાચવીએ છીએ? કઈ વાત મનમાંથી નીકળતી નથી? જે કાઢી નાખવા જેવી હોય એ જ વાત.  
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

અબોલા એ મૌન નથી, અબોલા એ તો સંવાદની કરપીણ હત્યા છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સફળતાનું પ્રેશર હોય એ સમજી શકાય, પણ નિષ્ફળતાનો ડર આપણી સફળતાના માર્ગમાં અવરોધ પેદા કરતો હોય છે.  
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

મોટાભાગના સંબંધો ભૂતકાળમાં બનેલા બનાવોને સતત વાગોળ્યા રાખવાથી અંત પામે છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat