chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

તમારી વ્યક્તિને તમારો સમય આપો. સમય જ તમને અને તમારા સંબંધને સજીવન રાખશે. સમયનો અભાવ પ્રેમનો અભાવ સર્જતો હોય છે.  
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સફળતા પહેલાં મનથી નક્કી થાય છે અને પછી એ સાકાર થાય છે. આપણે સફળ એટલા માટે થઈએ છીએ, કારણ કે આપણે સફળ થવું હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

વધુ પડતા વિચારો કરીને આપણે આપણી વેદના અને પીડાને લંબાવતા હોઈએ છીએ. અમુક તબક્કે વિચારવું જ પડે છે કે બસ, બહુ થયું, હવે વધુ નહીં!    
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સાચા અને સારા વિચાર એ જ છે જે તમને ઝડપથી નિર્ણય તરફ લઈ જાય. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

વિચારો જેના કાબૂમાં હોય છે એ માણસ હંમેશાં સંપૂર્ણ હોય છે. હન્ડ્રેડ પર્સન્ટ હોય છે. એ જ્યાં હોય છે ત્યાં જ હોય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

વિચારને વાળતા, ટાળતા, અટકાવતા અને કંટ્રોલમાં રાખતા આવડવું જોઈએ. યોગ એ બીજું કંઈ નહીં, પણ વિચારોને સમૃદ્ધ રાખવાની ક્રિયા છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

તમે જેવા વિચાર કરો એવા બનો છો. દેવ પણ વિચાર કરે છે અને દાનવો પણ વિચાર કરતા જ હોય છે. બંનેની દિશા અલગ અલગ હોય છે. સંતત્વ એ પણ વિચારનું જ પરિણામ છે. ઘણા સામાન્ય માણસો પણ સંત જેવા હોય છે. સંત મનથી બનાય છે, વિચારથી બનાય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સમજદારી એ બીજું કંઈ નથી, પણ વિચારોની પરિપક્વતા છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

મૂડ સારો ન હોય તો એક પછી એક ખરાબ વિચાર આવ્યા જ રાખે છે. માણસની જિંદગી અંતે તો વિચારોને આધીન જ હોય છે. સુખ, દુ:ખ, સંબંધ, પ્રેમ, લાગણી,  ઉદાસી, નારાજગી, 
ગુસ્સો, કરુણાથી માંડી બદમાશી અને નાલાયકી પણ વિચારોનું જ કારણ છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat