chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

દરેક સંબંધ જુદી જુદી ધરી પર જીવાતા હોય છે. બધામાં જો કંઈ કોમન હોય તો એ માત્ર ને માત્ર સંવેદનાઓ છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

માણસે એ પણ તકેદારી રાખવી જોઈએ કે, કોઈ તેના પર ‘મેન્ટલ એન્ક્રોચમેન્ટ’ ન કરી જાય. માનસિક અતિક્રમણથી બચવાની આવડત પણ કેળવવી પડે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

વિચારો ક્ષુબ્ધ થઈ જાય ત્યારે માણસ પોતાની અંદર જ ક્યાંક ભટકી જાય છે. પાગલખાનું એ ક્ષુબ્ધ થઈ ગયેલા વિચારોનું કબ્રસ્તાન છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

માણસે માનસિક રીતે પણ કોઈ પરાધીનતા સ્વીકારવી ન જોઈએ. તમારી બુદ્ધિ જ તમને સાચા માર્ગે લઈ જાય. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

હું કેવો છું? મારે શું કરવું છે? શું મને શોભે? જેને પોતાની શરમ નથી એને બેશરમ થતાં કોઈ રોકી શકતું નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

જે માણસ પોતાને ઓળખી શકે છે એ જ દુનિયાને સમજી શકે છે. આપણી આસપાસ એવું જ વાતાવરણ સર્જાતું હોય છે જેવા આપણે હોઈએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સંગ જો સંગીન અને સશક્ત હોય તો સંવેદનાઓ સજીવન રહે છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

આપણા શબ્દો કોઈના માટે હોય છે. આપણું મૌન આપણું પોતીકું હોય છે. મૌન આપણને સ્પેસ આપે છે. એવી સ્પેસ જ્યાં આપણે પોતાની સાથે હોઈએ છીએ. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સંબંધો બાંધવાના, સાચવવાના કે પૂરા કરવાના કોઈ ક્લાસ નથી હોતા. આપણા સંબંધો માટે સૌથી પહેલાં તો આપણે સ્પષ્ટ હોવા જોઈએ. જે પોતાની સાથે સ્પષ્ટ ન હોય એ પોતાનામાં જ ગૂંચવાતા રહે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat