chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

દિલ સાફ રાખવા માટે એ પણ જરૂરી છે કે બહારની નેગેટિવિટી આપણી અંદર ઘુસવા ન દેવી! દુર્ગંધ આવતી હોય ત્યારે આપણે નાકની આડે રૂમાલ રાખી દઈએ છીએ. નેગેટિવિટીને તો આરામથી અંદર આવવા દઈએ છીએ!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

આપણી વ્યક્તિ પાસેથી આપણને એક એનર્જી મળતી હોય છે, એક હૂંફ વર્તાતી હોય છે. દરેકની પોતાની એક ‘ઔરા’ હોય છે. ઔરા દેખાતી નથી, અનુભવાતી હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

દરેક માણસનો એક આકાર હોય છે. એમાં વિકાર ન હોવો જોઈએ. વિકાર ન હોય એ જ એકાકાર થઈ શકે. કામમાં, વાતમાં, વર્તનમાં અને સંબંધમાં વિકાર આવે તો વિનાશ જ થાય. શરીરની સફાઈ પાણીથી થાય છે, મનની સફાઈ સારા વિચારોથી થાય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

શાંતિનો માર્ગ કોઈ મેપમાં મળવાનો નથી. એને તો પોતે જ બનાવવો પડે, પોતે જ શોધવો પડે અને ચાલવું પણ પોતે જ પડે!       
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સંત હોવું એટલે સૌથી પહેલાં પોતાની જાત સાથે સ્વચ્છ અને સ્વસ્થ હોવું.  સાચો સંત એ જ બની શકે જે પોતાનું સાચું સાંનિધ્ય માણી શકે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

દરેક માણસ પોતાની પાસેથી સાચા જવાબ નથી મેળવી શકતો. એ સારા અને પોતાની ફેવરના જવાબો શોધતો હોય છે. જે માણસને પોતાની પાસેથી જ સાચા જવાબ મેળવતા આવડે છે એ ખોટા રસ્તે જવાથી બચી જાય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

ભરપૂર જિંદગીનો અર્થ એ છે કે જ્યારે જે કરવાનું હોય એ દિલથી, પ્રામાણિકતાપૂર્વક અને પૂરી ધગશ સાથે કરવું. સરવાળે શાંતિનો અહેસાસ માણવો. પડકારોને પણ ઝીલવા અને સંઘર્ષોને સહજતાથી સ્વીકારવા.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સંપત્તિ, સાધનો, સગવડ કે સફળતા મળે પછી પણ જો સાચી શાંતિ અને ખરા સુખનો અનુભવ ન થાય તો બધું વ્યર્થ છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

કુદરતના દરેક અંશમાં ન્યાય છે. આપણને એના ન્યાય પર ભરોસો હોવો જોઈએ. આસ્તિક હોવું એટલે કુદરત પર નહીં, પણ પોતાના ઉપર શ્રદ્ધા હોવી.  
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat