chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

વ્યક્તિની એક ઇમેજ હોય છે. જે ઇમેજ હોય એ મોટાભાગે સાચી જ હોય છે. કોઈ ઇમેજ એમને એમ બનતી નથી. આપણી પહેલાં આપણી ઇમેજ પહોંચી જતી હોય છે. આપણે જેવા હોઈએ એવા જ દુનિયા આપણને ઓળખતી હોય છે. આપણે કેવા રહેવું એ જ આપણે જોવાનું હોય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

Career Cafe : *યુથ , જિંદગી અને ઝીંદાદિલી*

*યુવાનોને જિંદગી અને ઝીંદાદિલી વિશે ,જિંદગીને જોવાના , સમજવાના નવા અંદાઝ વિશે અનોખીવાતો કરશે ગુજરાતના ઝીંદાદિલ પત્રકાર દંપતી*

🎤 *Speaker : *Mr. કૃષ્ણકાંત ઉનડકટ , Mrs જ્યોતિ ઉનડકટ ( Columnists , Thinker , Speaker )*
🎤 *Moderator :Prit Khandor , Founder of Youth Express*

🗓️ *Date* : 23/5/2020 , Saturday
🕔 *Time*: 5:00 P.M

📱 *Live Streaming on Facebook Page of Youth Express Centre for Creative Learning* :
Link :https://www.facebook.com/youthexpress17/

#CelebrationOfLife #ChintanGoals #ChintanNiPale #ChintanJyoti
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU

ન બોલવું એ મૌન નથી. આપણી અંદર તુમુલ યુદ્ધ ચાલતું હોય તો મૌન શાતા આપતું નથી. પોતાને અને પોતાની વ્યક્તિને શાંતિ આપે એ જ ખરું મૌન હોય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

કોઈના વાંક કાઢવા બહુ સહેલા છે. સહેલું હોય એ આપણને બહુ ફાવતું હોય છે. સાવ સહેલું હોય એનાથી સાવચેત રહેવું જોઈએ. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

આપણો વાંક ન હોય તો પછી આપણે શેની ચિંતા કરતા હોઈએ છીએ? આપણે કેમ ઘૂંટાતા રહીએ છીએ? આપણે કોઈનાથી મુક્ત થવાની સાથે આપણાથી પણ થોડુંક મુક્ત થવાની જરૂર હોય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

માણસે બોલતા શીખવું પડે છે, મૌન તો જન્મજાત હોય છે. મૌન જ તમને ઓતપ્રોત થવાનો અહેસાસ કરાવી શકે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

 યાદ રાખવા જેવું આપણે યાદ રાખતા નથી એટલે જે ભૂલવા જેવું હોય એ આપણે ભૂલી શકતા નથી. સુખી જીવન માટે એ નક્કી કરવું જરૂરી હોય છે કે શું યાદ રાખવું અને શું ભૂલી જવું.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

આધાર એ જ બની શકે જે દિલથી સધ્ધર હોય. આધાર શોધો નહીં, આધાર બનો. પાયાના પથ્થરે દબાઈ જવું પડતું હોય છે, પણ ઇમારત એનાથી જ ટકતી હોય છે.  
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

તર્કના તવંગર, આશાના અમીર, ધગશના ધનવાન, મર્મના મોલેતુજાર અને દિલના દિલાવર લોકોને મળો તો જ લાઇફની રઇસીને સમજાય! માત્ર એવા લોકોને મળો નહીં, એવા બનો પણ ખરાં!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat