chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

સંવેદનાઓ પણ ઉછીની ન લો. જિંદગી તમારી છે, તમારે તમારી રીતે એને જીવવાની છે, કોઈની રીતે નહીં. કોઈની રીતે જીવવા જશો તો તમે તમારી રીતે ક્યારેય નહીં જીવો.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

કોઈને પ્રેમ કરવામાં, કોઈને નફરત કરવામાં, કોઈ સાથે સારા સંબંધો રાખવામાં અને જિંદગી જીવવામાં પણ જો કેરફુલ ન રહીએ તો આપણી ઓરિજિનાલિટી ગુમાવવાનો ખતરો રહે છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

તમને ન ગમે એવું ન કરો તો જ તમે તમને ગમતું હોય એવું કરી શકશો.   
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

કોઈની વાત સાંભળવી એ એક વાત છે અને કોઈની વાત સાંભળી એનું આંધળું અનુકરણ કરવું એ તદ્દન જુદી વાત છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સમયને છેતરી જવાની તક ન આપો, નહીંતર એ છેતરી જ જશે! 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

લોકડાઉન અને સમય: ઘરની વૉલ કલોકનો સેલ ખતમ થઈ ગયો. ઘડિયાળ અટકી ગઈ. સમય તો ચાલે જ છે. લોકડાઉન પણ ખતમ થવાનું જ છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

જિંદગીની જે યાદગાર મજા હોય છે એ ઓચિંતા જ આવી હોય છે. પ્લાનિંગથી નહીં.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સમય ક્યારેક ખરાબ રૂપમાં આવે ત્યારે આપણને એ ઓપ્શન પણ આપતો હોય છે. સમય કહે છે, મારા એક જ રૂપને ન જો, જરાક પાછળ તો ફર, મારો બીજો ચહેરો સુંદર છે. એને જો, તો મારો કદરૂપો ચહેરો ભુલાઈ  જશે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સમય આપણને તક આપતો જ હોય છે. આપણે એ તકને ઘણી વખત ઓળખી શકતા નથી. એના માટે સમયનું મૌન સાંભળતા આવડવું જોઈએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat