chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

આપણે જેની સલાહ, માર્ગદર્શન કે અભિપ્રાય લઈએ છીએ એની બુદ્ધિક્ષમતા, માનસિકતા અને સક્ષમતા કેટલી છે? એ કોઈ પણ મુદ્દે તટસ્થતાપૂર્વક વિચારી શકે છે? નિષ્ફળ માણસો પણ ક્યારેક સફળતાનો માર્ગ ચીંધી શકે એટલા સક્ષમ હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

તમે બીજાની સમજને સ્વીકારી શકો છો તો તમે સમજુ છો.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

જે લોકો બીજાના વિચાર, બીજાના ગમા, બીજાના અણગમા, બીજાની માન્યતા અને બીજાના નિર્ણયો સ્વીકારી શકતા નથી એ ધીમે ધીમે એકલા પડી જાય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સુખી થવાનો એક રસ્તો એ છે કે આપણે આપણા જેવા રહીએ. આપણે દોરવાતા રહીએ છીએ. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

પોતાની વ્યક્તિ માટે કંઈ કરવું એ જુદી વાત છે, કારણ કે બાકી બધાથી આપણને આપણી વ્યક્તિ વધુ ગમતી હોય છે. બસ, કંઈ જબરજસ્તી, કંઈ પ્રેશર કે મનમાં ભાર લાગે એવું ન હોવું જોઈએ. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

આપણે લોકો ઘણી વખત ‘સોશિયલ પ્રેશર’ને પણ ચલાવી લેતા હોઈએ છીએ. કંઈ પણ થાય ત્યારે એ વિચારવું જોઈએ કે મને આ ગમે છે? મારે નિર્ણય કરવાનો હોય તો હું આવો નિર્ણય કરું? જો દિલ જરાયે ના પાડે તો એ ન કરવું.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

તમારા આદર્શો, સિદ્ધાંતો અને તમારી સંવેદનાઓ તમે જ નક્કી કરો. બધું જુઓ, સાંભળો, વાંચો અને વિચારો પણ ખરા, છેલ્લે તમારી જાતને એવો સવાલ પૂછો કે આ મને ફાવે એમ છે? હું એને અનુસરી શકું એમ છું? મને આ શોભે છે? મારે આ કરવું જોઈએ?
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

ઘણી વખત બીજા સ્ટેટસ મેઇન્ટેઇન કરવામાં આપણે આપણું રિયલ સ્ટેટસ ગુમાવી દેતા હોઈએ છીએ. ફાવતું ન હોય એને પણ ફવડાવીએ છીએ. દેખાડો કરીએ ત્યારે આપણે આપણા જેવા પણ નથી દેખાતા હોતા.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

બધા કહેતા હશે એમ કરતા રહેશો તો તમારું દિલ શું કહે છે એ સંભળાશે જ નહીં. તમારું દિલ, તમારી જાત કહે એમ કરો તો જ જિંદગી જીવવાની મજા આવશે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat