chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

સમયનું મૌન સતત એવું કહેતું રહે છે કે, હું સરકી રહ્યો છું. તમે મને જીવી લો. તમને ખબર પણ ન પડે એમ હું ચાલ્યો જાઉં છું. મને રોકી લો, તમારા માટે, તમારા પોતાના માટે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes
©Jyoti Unadkat #JU

મધુર, ઉમદા અને અલૌકિક વાતાવરણમાં કુદરતી ધ્વનિ ઉદભવતો હોય ત્યારે કાનમાં ઇયર ફોન ખોસીને બેસવું એ પ્રકૃતિનું અપમાન છે અને પોતાની જાત સાથે બેરહમી છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

કુદરત દરરોજ એટલા માટે જ નિતનવા શણગાર સજે છે કે આપણી સંવેદના સજીવન રહે. જિંદગીને હન્ડ્રેડ પર્સેન્ટ જીવવી છે? તો તમારી સંવેદનાને મરવા ન દો, જો સંવેદના મરી ગઈ તો જિંદગી બોજ જ લાગવાની છે. સંવેદના વગરની જિંદગી ઢસડાતી હોય છે, જીવાતી હોતી નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

માણસ જ્યારે પોતે સોળે કળાએ ખીલેલો હોય ત્યારે કુદરતને પણ કદાચ પોતાના સર્જનનો સર્વોત્તમ આનંદ થતો હશે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

ગેરહાજરીમાં પણ હાજરી વર્તાય એ જ ખરું સાંનિધ્ય છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

અંતર ક્યારેક અતિશય નિકટતાથી પણ આવતું હોય છે. કનેક્ટેડ ન હોઈએ તો કંઈ નહીં, અટેચ્ડ હોવા જોઈએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

પોતાની વ્યક્તિને ખબર પણ ન પડે એમ હાજર રહેવું અને એને ગેરહાજરી ન લાગે એમ ગેરહાજર રહેવું એ સંબંધની સાચી સમજણ છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

પ્રોટેક્ટ કરવું એ જ પ્રેમ નથી. પોતાની વ્યક્તિમાં જે હોય એ બહાર લાવવું એ જ સાચો પ્રેમ છે. માનસિક આઝાદી જ માણસને મુક્ત રાખે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes