chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

સાચો સંબંધ અને સાચો સ્નેહ એ જ છે જે માણસને બદલવા મજબૂર કરે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

 જે લોકો ગુસ્સો નથી કરતા એના લોકો એ ગુસ્સે થાય એવો મોકો જ ન આપવાની દરકાર રાખતા હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સંબંધમાં હિસાબ માંડીએ તો ખોટમાં જ રહેવાના, ગણતરી વગરના સંબંધો જ સાર્થક અને સજીવન રહે છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સુખી થવા માટે સંબંધોમાં પણ ‘સ્વનિર્ભર’ થવું પડે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

ગુસ્સો ક્યારેક આવે એ સમજી શકાય, વારંવાર આવતો અને વધુ પડતો ગુસ્સો એ માનસિક વિકૃતિ છે. કોઈ પણ વિકૃતિ વિકરાળ થઈ જાય એ પહેલાં તેને વશમાં કરવી પડતી હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

લાંબા સમય પછી મળતા હોઈએ ત્યારે જો ‘હગ’માં ઉષ્મા હોય તો વચ્ચેનો તમામ સમય ઓગળી જતો હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જનરેશન ગેપ આવવાનું એક કારણ વધુ પડતી અપેક્ષાઓ પણ હોય છે. આપણાથી કંઈ છૂટતું નથી. છૂટે નહીં એ જ છટકી જતું હોય છે. મુક્ત હોય છે એ જ મજબૂત હોય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જિંદગીમાં અમુક વ્યક્તિઓ સ્પેશિયલ હોય છે. આપણી જિંદગીમાં થોડાક લોકો આપણા માટે અપવાદ હોય છે. અપવાદમાં વાદવિવાદ ન હોય.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સજીવન હોય તો જ સંબંધોમાંથી સુગંધ આવે. મરી ગયેલા સંબંધોમાંથી કોહવાઈ ગયેલી કટુતા જ પ્રગટતી હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes