chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

વાતનું વતેસર માટેભાગે એટલા માટે જ થઈ જતું હોય છે કે આપણે જે રીતે વાત કરવી જોઈએ એ રીતે કરતા હોતા નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સંવાદમાં સહજતા ન હોય ત્યારે સામાન્ય વાત પણ આદેશ કે હુકમ લાગવા માંડે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

પ્રેમમાં ઘણી વખત આપણે કેવો મતલબ કાઢીએ છીએ એના ઉપર સંબંધની સાત્ત્વિકતાનો ઘણો મોટો આધાર રહેતો હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

આપણો અમુક સમય અમુક વ્યક્તિઓ માટે જ હોય છે. ચિત્તથી થતાં ચેટમાં ચીટિંગ હોતું નથી. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

દિવસના ચોવીસ કલાકમાંથી કયો સમય તમને ચોરી લેવાનું મન થાય છે? આ સમયને જીવી લેજો, કારણ કે એ સમયે જ આપણું દિલ સોળે કળાએ ખીલેલું હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જે માત્ર ને માત્ર પોતાની રીતે પ્રેમ ઇચ્છે છે એના માટે ઘણી વખત પ્રેમ ગુમાવવાનો વારો આવે છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

બદલવા અને બગડવા વચ્ચેનો ભેદ જેને સમજાતો હોય છે એ જ સારો અને સાચો રહી શકે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

ઘણી વાર આપણે સતત દબાણ કરીને અંતર ન હોય ત્યાં પણ અંતર સર્જતા હોઈએ છીએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જેને પોતાની શરમ નડતી નથી એ સૌથી મોટો બેશરમ હોય છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes