chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

નિષ્ફળતાનું એક કારણ એ હોય છે કે આપણે જે સરખી રીતે સાંભળવું જોઈએ એ આપણે સાંભળતા હોતા નથી. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

ઉષ્માને ઉંમરની અસર થતી નથી! શરીર નબળું પડતું હોય છે, પણ મનને તો આપણે રાખવું હોય એવડું રહે. ચામડી પર કરચલી પડે, પણ ચિત્ત તો ચેતનવંતું જ રહેવું જોઈએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

હાથ હાથમાં હોય એ માત્ર સાથ નહીં, સહારો બનવો જોઈએ. ગતિ ભલે ઘટે, મતિ બદલવી ન જોઈએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

 પ્રેમ અને લાગણીની ધાર તીવ્ર હોય તો કોઈ આધારની જરૂર પડતી નથી.     
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

પ્રેમ, લાગણી, સ્નેહ, હૂંફ, આત્મીયતા, સંવેદના અને સગપણ માટે કોઈ દેખાડાની જરૂર જ નથી હોતી. સાચી લાગણી સોશિયલ મિડીયા પર અપલોડ થતી નથી, એ તો અનુભવાતી હોય છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સરખી રીતે સાંભળવું એ પણ એક પ્રકારની સાંત્વના જ છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

માણસ એકલો પડી જાય છે એનું એક કારણ એ પણ હોય છે કે બધા એની સાથે હતા ત્યારે એ એમની સાથે હતો નહીં! 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

દરેક વખતે બારણે ટકોરા પડે એવું જરૂરી હોતું નથી, આપણને અહેસાસ થવો જોઈએ કે કોઈ દરવાજો ખૂલવાની રાહ જુએ છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

પ્રેમ હોય, દોસ્તી હોય કે બીજો કોઈ પણ સંબંધ હોય, જેને આપણાથી ફેર પડતો હોય એની સાથે હોવું અને જરૂર પડ્યે એની સાથે રહેવું એ સંબંધની શ્રેષ્ઠતા છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes