chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

ચાર આંખો એક સપનું જોતી હોય ત્યારે કલ્પનાનું વિશ્વ સોળે કળાએ ખીલી જાય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

ઓળખ મેળવવાનો સૌથી સહેલો માર્ગ એ છે કે આપણે ‘આપણા’ જેવા બનીએ. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

કોઈ સંપૂર્ણ સુખી કે સંપૂર્ણ દુ:ખી હોતું નથી. તમારા હિસ્સામાં જે આવ્યું છે એમાંથી તમે કઈ વાતને પંપાળ્યા રાખો છો તેના ઉપરથી તમે તમારી જાતને સુખી કે દુ:ખી સમજતા રહો છો.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

રોમાંચ અને રોમાન્સને ઉંમરની અસર થવા દેતા નથી એ લોકો આખી જિંદગી પ્રેમીઓ બનીને જ રહે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જિંદગી સમુદ્રમંથન જેવી છે. એમાંથી સારું-ખરાબ, સુખ-દુ:ખ, ઉદાસી-ઉત્સાહ, પ્રેમ- નફરત પણ નીકળતાં રહે છે. આપણે શું રાખવું એ આપણે નક્કી કરવાનું હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

 લવમેરેજ દાંપત્યજીવન સફળ જ રહેશે તેની કોઇ ગેરંટી આપતા નથી, સુખી લગ્નજીવનની ચાવી તો સમજણ જ છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

બધા માણસો સારા હોય છે, પણ બધા લોકો ‘સારાપણું’ ટકાવી શકતા નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જે સંબંધમાં નાની નાની વાતોમાં સમાધાન કરવાં પડતાં હોય એ સંબંધ સ્વસ્થ રહેતા નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

વધુ પડતા ઇમ્પોર્ટન્સની જે અપેક્ષાઓ રાખતા હોય છે એણે જ પછી ઇગ્નોરન્સ સહન કરવું પડતું હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes