chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

આપણો સંવાદ કેટલો સરળ અને કેટલો સહજ છે તેના ઉપરથી જ આપણી સમજદારી કેટલી છે એનું માપ નીકળતું હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જીત પહેલાં મનથી નક્કી થવી જોઈએ, જે મનથી હારી જાય છે એ ક્યારેય જીતી શકતો નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જેને પ્રેમ કરતા આવડે છે એને જ જિંદગી જીવતા આવડે છે. જિંદગીના પુસ્તકમાં પ્રેમ નામનો શબ્દ ન હોય તો નાપાસ જ થવાય!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જિંદગીમાં મજાની મોમેન્ટ અચાનક જ આવતી હોય છે. પ્લાનિંગથી પાર્ટી થાય, પ્લેઝર તો અંદરથી ઊઠે ત્યારે મળે. એ મોમેન્ટ આવે ત્યારે વધાવી લો.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જે વ્યક્તિ નિષ્ફળતાને ન સમજી શકે એ સફળતા સુધી ન પહોંચે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સાચો અને સારો માણસ હંમેશાં શાંત હોય છે. જેના શબ્દોમાં શક્તિ હોય છે એનો સ્વર હંમેશાં મૃદુ હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સફળ થવા માટે સૌથી પહેલી શરત એ હોય છે કે પોતાના પર અતૂટ વિશ્વાસ રાખવો.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

દરેક વ્યક્તિને ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડની જરૂર પડતી હોય છે. આ ત્રણ જો માણસને પોતાની વ્યક્તિમાં મળી જાય તો એણે બહાર ફાંફાં મારવાં પડતાં નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

વિવાદ, નારાજગી, ઝઘડા, લડાઈ અને યુદ્ધ સહિતના અનેક કિસ્સાઓમાં જો કોઈ મહત્ત્વનું કારણ હોય તો એ માત્ર ને માત્ર સંવાદની અણઆવડત જ હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes