chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

કુદરતે બધાને આંખો આપી છે. આમ છતાં બધાની દૃષ્ટિ એકસરખી હોતી નથી. ફૂલમાં કોઈ રંગ જુએ છે, તો કોઈને એની ખુશબૂ પસંદ પડતી હોય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

સત્ય સહેલું નથી. સહેલું હોત તો બધા જ સત્ય બોલતા હોત. અસત્ય અઘરું નથી. અસત્ય આપણને કામચલાઉ રીતે બચાવી લે છે. જે કામચલાઉ હોય છે એ કાયમી નથી હોતું. સત્ય પરમેનન્ટ છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

જે સંબંધ સુખ, શાંતિ, સ્નેહ અને સાંત્વના ન આપતો હોય એ સંબંધ સાચો હોતો નથી. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સંબંધોમાં અંતર આવવાની શરૂઆત વિચારોમાં ગેપ આવવાથી શરૂ થતી હોય છે. માત્ર પોતાને જ જે ડાહ્યા સમજે છે એ અંતે એકલા પડી જતા હોય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

 દરેક સંબંધની એક નિયતિ હોય છે. સંબંધમાં નિયત અને દાનત સારી રહેવી જોઈએ. પોતાની વ્યક્તિ માટે બધું જ કરો. માત્ર એટલું ચેક કરતા રહો કે, એને કદર તો છે ને? 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

જેનું સત્ય બોદું હોય એણે જ સમ ખાવા પડતા હોય છે. સાચું બોલનારને પોતાના સત્ય પર શ્રદ્ધા હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સંબંધમાં ગતિ અને મતિ મેન્ટેન થવી જોઈએ. સંબંધો જાળવવા એ એક કલા છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

માનસિક અતિક્રમણ સંબંધ અને સ્નેહના પાયાને હચમચાવી નાખે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

જુઠ્ઠું બોલનારને જિંદગી અઘરી લાગે છે. તેનું કારણ એ છે કે, એ સાચું બોલનારા પર પણ ભરોસો મૂકી શકતો નથી. પોતે સાચા ન હોય એને કોઈ સાચું લાગતું નથી. બધા પર શંકા જાય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat