chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

આપણા અને આપણી વ્યક્તિના ગમા-અણગમા ક્યારેય એકસરખા નહીં હોવાના. આપણી વ્યક્તિના ગમાને ગમાડવાની અને અણગમાને સમજવાની સમજણ હોય તો સંબંધ સ્વસ્થ રહે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

ખોટું બોલીને આપણે બીજાને છેતરતા પહેલાં સૌથી વધુ તો આપણી જાતને છેતરતા હોઈએ છીએ. જેને પોતાની જાતને છેતરતા શરમ નથી આવતી એના જેવું બેશરમ બીજું કોઈ હોતું નથી.    
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

યોગ્ય લાગે ત્યાં પોતાની વ્યક્તિને સાવચેત કરવામાં ખોટું નથી. રોડ ઉપર શાર્પ ટર્ન હોય ત્યાં જ સાવચેતીનાં બોર્ડ હોય છે! દરેક વખતે રોકટોક કરવી, આપણું ધાર્યું કરાવવું એ સંબંધ, સ્નેહ અને સહજતા માટે જોખમી હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે આપણને તો સાચા માનીએ છીએ, પણ જુદું વિચારે છે એને ખોટા કહી દઈએ છીએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

સંબંધમાં એટલી સમજ પણ કેળવવી પડે છે કે, ક્યાં અલ્પવિરામ અને ક્યાં પૂર્ણવિરામ મૂકવાની જરૂર છે. દરેક વાર્તાનો અંત સુખદ જ હોય એવું જરૂરી નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

તમારા અસત્યને પણ સત્ય માનતા હોય એવા લોકો પાસે અસત્ય બોલવું એ પાપ છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

જેને કોઈ ફેર પડતો ન હોય એના માટે દુ:ખી થતા રહેવું એ આપણી સંવેદનાનું જ અપમાન કરવા જેવું હોય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

આપણી પીડાથી કોઈને વેદના થતી હોય તો એવા સંબંધ સોળે કળાએ જીવી લેવાના હોય છે. એવાં પેઇન પણ પ્યારાં લાગતાં હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

સંબંધમાં એ પણ  જરૂરી છે કે આપણી વ્યક્તિ આપણે માનતા હોઈએ એવું ન માને ત્યારે એને મૂરખ સમજવાની ભૂલ ન કરવી.  
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat