દિવસ ગણી વર્ષો થયા,
રાહ રહે છે તમારી અમને.
સામે જોઈ મોં મચકોડો છો.
છતાં નથી કોઈ ફરિયાદ અમને.
જાણી જોઈ તડપાવો છો?
કે નફરત છે અમારા પ્રેમથી?
શું ફેર પડશે આ દિલને?
એ તો નીતરશે તમારા પ્રેમથી.
પણ જો જો જરા એ વાતને,
દિવસ જાય છે એક એક કરી.
વખત રહેતા સ્વીકારી લેજો.
મારા પ્રેમને થોડી કૃપા કરી.
એમ દેખાતો નથી કોઈને.
કોઈને નથી અનુભવ એનો.
તમે વધારે અદેખા ન કરતા.
મન રાખી સ્વીકાર કરજો એનો.