સૌનું સત્ય જુદું હોય છે.
હું મારા સત્ય પર શ્રદ્ધા રાખીને જીવું છું.
તું તારા સત્ય પર વિશ્વાસ રાખ.
પણ મારો વિશ્વાસ સત્ય ત્યાં સુધી જ ,જ્યાં સુધી એ કોઈનું જીવન જોખમાવે નહીં,
જ્યાં સુધી એ કોઈનું જીવવું અટકાવે નહીં.
જીવન ના પ્રવાહ ને અવરોધે એ પછી કોઈ સત્ય સત્ય નથી રહેતું..
પછી તો એ પોતાની તમામ પવિત્રતા ખોઈને અડચણ બનેલો કોહવાતો કાટમાળ જ બની રહે છે..
પ્રેમ નું પણ આવું જ છે!
મારો પ્રેમ મારુ સત્ય છે
તારો પ્રેમ તારું સત્ય છે
અને હું તારા સત્ય સામે નતમસ્તક છું...