વરરાજો Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

વરરાજો Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful વરરાજો quote can lift spirits and rekindle determination. વરરાજો Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

વરરાજો bites

💐વરરાજો💐

બાળપણની મારે લાગણી છે મારા પરિવારની
આટલા વર્ષો ક્યાં હતો તું વરરાજો??

અચાનક આવી મારી જિંદગી બદલવા માંગે છે
ક્યાંથી આવ્યો તું વરરાજો??

અચાનક મારા સાદા જીવનને
જવાબદારીઓથી ભરી દેવા
ક્યાંથી આવ્યો તું વરરાજો??

મારા જૂના જ સંબંધો માંડ માંડ યાદ રાખ્યા
ત્યાં આટલા નવા સંબંધો યાદ રખાવવા
ક્યાંથી આવ્યો તું વરરાજો??

રાજકુમારીની જેમ રહું છું મારા ઘરમાં
અચાનક તારા ઘરને મારું કહી
કેમનું આવ્યો તું વરરાજો??

મારા સગા તો ખરા જ પણ
મારા ઘરને પણ આજે રડું આવ્યું છે
જ્યારે તું બનીને આવ્યો વરરાજો...

જિંદગી આપણી સરસમજાની બનશે જ
પણ કહું તે તો મારી જીંદગીનો નવો જ ખોલ્યો દરવાજો
જ્યારે તું આવ્યો બનીને મારો વરરાજો...🥰

DJC😇

#selfwrittenpoem
#વરરાજો

એક દિવસ પિતાએ અમથું જ પુછ્યુ: દિકરી કેવો જોઇએ વરરાજા ??
દિકરી કહે પપ્પા :
....નભોમંડળના તારા જેવો તેજસ્વી,
....ચન્દ્ર જેવો શાંત અને શીતલ,
....સૂર્ય જેવો ઝળહળતો,
....અશ્વ પર સવાર થઈને લેવાને આવે તેવો
.......................
....................જીવનસાથી નઇ હશે મારો તો ચાલશે,,
......................
...................પણ હોય તારી જ પ્રતિકૃતિ એવો જોઇએ વરરાજો...


#વરરાજો #

વરરાજા બની કોઇની સાથે લગ્ન કરવા એટલે....
તેની સાથે પૂરા સમર્પણથી તેનામાં મગ્ન થવું તે...
તેની ખૂબીઓની સાથે સાથે તેની
ખામીઓને પણ પ્રેમથી અપનાવવી....
કોડીલી કન્યાના કોડ પૂરા કરવા....
એક પત્ની જ પતિની હર મુશ્કેલીમાં
તેની સાથે અડીખમ ઉભી રહે છે.
તોપત્નીને મિત્ર સમજી તેની સાથે
સુખ-દુઃખની વહેંચણી કરવી...

કોઇ એકની સાથે લગ્ન કરવા એટલે
પૂરા સમર્પણ અને ત્યાગથી
સપ્તપદીની સાત કસમો સાથે
તેની સાથે
વૃદ્ધ થવાની કસમ ખાવી તે છે....


Jasmin


#વરરાજો

રવઈ-મુશળ-ધુસરી ને તરાક નો અર્થ સમજીને
આખા લગ્નની વિધિનો સાર નીચે ની શાયરીમાં વ્યક્તકર્યો
છે.

રવઈ-મુશળ-ધુસરી ને તરાકથી પોંખ્યો,
જે દી વરઘોડે હું ચડ્યો,
વરમાળા-હસ્તમેળાપ ને મંગલફેરા ફર્યો,
સપ્તપદીના વચનોથી વરરાજો હું બન્યો.

#વરરાજો

જેના માથા પર મુકુટ શિરોમણી રૂપે ચંદ્રમા શોભા વધારે છે .
જેને સુંદર તિલક ની જગ્યાએ શુભ ત્રીજું નેત્ર શોભા આપે છે .
જેને આભૂષણ રૂપે સર્પો રહેલા છે .
ભસ્મ અને ચંદન આદિથી તેમનું વિલેપન થયું છે .
હાથી ના ચામડા............ વગેરે તેમના સુંદર દિવ્ય રેશમી વસ્ત્ર રૂપે થયા હતા .
તેવા દેવોના દેવ મહાદેવ વરરાજા બની દેવી પાર્વતી સાથે વિવાહ માટે શણગાર સજી જાય છે.

🙏 Jey mahakal 🙏

#વરરાજો

મન બની ને શાંત
વિચારે છે એક વાત

એક દિવસ હું પણ બન્યો તો #વરરાજો
ઘોડી ચડી ને સાથે લિધા બેન્ડ બાજો

વરવા ગયો હતો હું પણ એક રાજ કુમારી
હોઠો પર હતું સ્મિત ને આંખો માં ખુમારી

એક દિવસ ના રાજા બન્યા નો હતો આનંદ
જીવન સફર માં હમ સફર મળ્યા નો પરમાનંદ

બન્યું છે જીવન પામી મારી જીવનસંગીની
જે છે જીવનના સુખ દુઃખ માં સહભાગીની

... ✍️વિ. મો. સોલંકી "વિએમ"

. #વરરાજો

#વરરાજો

શબ્દો ની બધીય, હેરાફેરી છે રાજા,
વૃત્તિમાં આવૃત્ત છે, મન મુખી રાજા;

ધર્યો દેહ તૃષ્ણા થી , ઋણને ,ફેડવા;
લાવી વધૂ ,વર બન્યો પછી વરરાજા;

હું તને નવવધૂ બનાવીસ, હું તારો પ્રેમ છું,
વરરાજો બની આવીશ મંડપમાં,
સજી-ધજીને તું લાગીશ સુંદર, નવવધૂ તને બનાવીશ હું

ગાજા-વાજોઓ હશે, લોકો કરશે નાચગાન
મને તારા પર અને તને મારા પર, થશે બંને પર ગર્વ
ખુશીથી ભરેલા મંડપમાં બેઠા બેઠા, હું પણ તને હસાવીશ
વરરાજો બની આવીશ મંડપમાં,
સજી-ધજીને તું લાગીશ સુંદર, નવવધૂ તને બનાવીશ હું

બંગાલા હશે, ગાડી હશે, સુંદર સુંદર સપનાઓ હશે
હું તને કયારેક કયારેક સપનાઓ ની વાતો બતાવીશ
રૂમઝુમ કરતી આવીશ મારા આંગણમાં, બનીશ તું અમારા ઘરની લક્ષ્મી,
વરરાજો બની આવીશ મંડપમાં,
સજી-ધજીને તું લાગીશ સુંદર, નવવધૂ તને બનાવીશ હું.

બાળકો થશે, પ્રિય હશે, મમ્મી મમ્મી કરીને ચીસો પાડશે
પ્રિય પિતા હિંચકા પર બેસીને બાળકો સાથે વાતો કરશે
હું પણ તારી સાથે રહીશ, આંગણામાં ફૂલોને ઉગાડીશું
વરરાજો બની આવીશ મંડપમાં,
સજી-ધજીને તું લાગીશ સુંદર, નવવધૂ તને બનાવીશ હું

#વરરાજો

એક ખૂબ જ પ્રખ્યાત લગ્નગીત
#વરરાજો