Rose Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Rose bites

રંગ રંગના ખીલે ગુલાબ
કાંટા વચ્ચે પણ કેવો છે રૂઆબ
દુઃખો વચ્ચે પણ કેમ જીવાય?
ખીલીને ગુલાબ આપે જવાબ.
#Rose

નાનકડી કળીમાથી ગુલાબ ખીલ્યુ. ચોતરફ જાણે બાગ મહેકી ઉઠ્યુ. નથી ખબર એને ઈશ્વરના ચરણોમા ચડી મંદિર મહેકાવશે, કે કબર પર ચડી કબ્રસ્તાન મહેકાવશે. ખબર છે ખીલીને આખરે મુરઝાવાનુ જ છે. છતા સહી કાંટાના ઘા મરકમરક મહેકતુ રહ્યુ.
#Rose

#Rose
🌹 are red
love is blind
some one is very sweet
that' because of rose

#Rose

રોતું રહ્યું ફૂલ પુરી રાત...
લોકો ઝાકળ સમઝી જોતા રહયા ।
#_kisuu 💞

હું છું ગુલાબ!
રંગબેરંગી સુગંધી,
બને હાર મારો
અને બને ગુલકંદ,
વપરાઉં હું સાજ શણગારમાં
અને વપરાઉં હું પૂજામાં.
છૂટું પડું મારી ડાળીથી
ને તોયે ન છોડું મારી સુગંધ.
બને અત્તર મારી પાંખડીઓનાં,
છું ઉપયોગી સૌને.
દેવ પૂજાય, માનવ પૂજાય
મારા થકી, અને અંતે
માનવજીવનની અંતિમ યાત્રામાં
પણ હું છું એની સાથે.
રહું છું માનવ સાથે સદાય
એનાં અંત સમયે બની
જાઉં છું એનાં જીવનનું
આખરી ગુલાબ!


#Rose

મારે તો ખીલી ને ખરી જવુ !
ક્ષણિક આવી છવાઈ જવુ !!
લોકો કહે Rose/ગુલાબ છું!!
સુગંધ આપી આમ મરી જવું!!!
- વાત્ત્સલ્ય



#Rose