chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

જો આપણને આપણા માઇનસ પોઇન્ટ્સની ખબર પડે તો જ આપણે એને હટાવીને પ્લસ પોઇન્ટ્સમાં વધારો કરી શકીએ. નબળાઈ ઘટે તો જ સબળાઈ સજીવન થાય!     
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

આપણાં સુખ કે આપણાં દુ:ખ માટે સરવાળે તો આપણે જ કારણભૂત હોઈએ છીએ! દુ:ખને દૂર કરતા અને દૂર રાખતા શીખી જાવ, સુખ તો જિંદગીમાં છે જ!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

અઘરી પરિસ્થિતિ અને કપરા સંજોગોમાં જ આપણને આપણો સાચો પરિચય થતો હોય છે.  
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સારા લોકોની બધાને જરૂર છે, આપણે આપણું સારાપણું સાબિત કરવું પડે. સારાપણું સાબિત કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે તમે જે કંઈ કરતા હોવ એ ઉમદા રીતે કરો.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જે મનથી સ્વસ્થ છે એને મનોચિકિત્સકની જરૂર પડતી નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સમજણની સાવ સીધી-સાદી વ્યાખ્યા એટલે, તમે તમારી જ આડે આવતાં નકારાત્મક પરિબળો, વિપરીત સંજોગો, હતાશાજનક વિચારો અને નિરાશાને કેવી રીતે ટાળો છો અને તેમાંથી કેવી રીતે બહાર નીકળો છો.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

આજ એ આવતી કાલનો ઇતિહાસ છે. તમે તમારા ભૂતકાળને સમૃદ્ધ રીતે જોવા ઇચ્છતા હોવ તો તમારી આજને ન વેડફો.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જે માણસ હસતો રહે છે એને કોઇ જ મેક-અપની જરૂર પડતી નથી. બે વ્યક્તિ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર એટલે હાસ્ય.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

 પ્રેમમાં સમાધાનો નહીં, સમજણ જરૂરી હોય છે! એકબીજાને મનાવવામાં જ જેનો સમય જાય છે, એના ભાગે પ્રેમ કરવાનો સમય ઓછો જ બચે છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes