Gujarati Quote in Motivational by Thakor Pushpaben Sorabji

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અનુભવ
         અનુભવ તો રોજ થતા હોય છે પણ થોડી
વાત કરું તો આજે સવારમાં એક બાળક શાળાએ ન જવા માટે રડતું હતું, ત્યાં એક નાનુ બાળક વહેલા ઘર બહાર નીકળવા રડતું હતું.સવારે દાદા પૌત્રને શાળા એ મૂકવા જતાં હતા ત્યાં એક માતા વ્યવસાય કરતી હોઈ બાળકને શાળાએ મૂકી પોતે ઉતાવળમાં દોડતી હતી.
          નાના મોટા રેકડીવાળા , દુકાનવાળા સૌ પોતપોતાના ધંધે લાગી ગયા હતા. મહેકતા પુષ્પોને પુષ્પોથી મહેકતી માળાઓ શોભતી હતી ને મંદિરે સૌ ભક્તોની અવર જવર ને મધુર એ ભક્તિભાવભર્યા સૂર મનને ગમતાં હતાં. ઓફિસના સમયે સૌ ભાગદોડમાં હતાં ને વાહનોની લાઇનો લાગી હતી.ઘરેથી નીકળતા જોયું કે એક પિતા નાના સંતાનને તેડી બહાર ખુલ્લી હવામાં ફેરવતાં હતાં,ત્યાં રસ્તા પર જોયુ કે એક પુત્ર એંશી વર્ષના પિતાને એક્ટિવા પર નાના બાળકની જેમ આગળ બેસાડી સવારના
આ માહોલમાં એમને આંટો મરાવતો હતો.
       ખરેખર આ દૃશ્ય દિલને સ્પર્શી ગયું એક તરફ બાળપણ કે જ્યાં પિતા બાળકને ફેરવે છે ને બીજુ કે જ્યાં પુત્ર પિતાને ફેરવે છે!...... કેટલુ સુંદર આ દ્રશ્ય કે જે ઘણુ બધું કહી જાય છે.
જય શ્રી કૃષ્ણ: પુષ્પા એસ ઠાકોર

Gujarati Motivational by Thakor Pushpaben Sorabji : 112038765
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now