chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

સંબંધ વાવીએ ત્યારે એ પણ જોવું જોઈએ કે, બીજ તો છે ને? આપણાં આંસુની જેને કદર ન હોય એના માટે રડવું એ મૂર્ખામી છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

કોઈને પ્રકાશ આપવા માટે આપણે આપણી જાતને બાળીએ ત્યારે એ પણ જોવું જોઈએ કે એ પ્રકાશને જાણવા અને માણવા એની આંખો ખુલ્લી તો છે ને? 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સંબંધમાં ડિસ્ટન્સ લાગે ત્યારે પ્રયાસ કરીને અંતર ઘટાડવામાં પણ કંઈ ખોટું નથી. કેટલા પ્રયાસો કરવા એ નક્કી કરવાનું હોય છે. કોઈ દેખાતું બંધ થઈ જાય પછી હવાતિયાં મારવાનું બંધ કરવું જોઈએ. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

દરેક માણસની પોતાની અનોખી સંવેદનાઓ હોય છે. સંબંધ માટે પોતાની વ્યાખ્યા હોય છે. વધુ પડતી સંવેદના બેવકૂફીમાં ન ખપવી જોઈએ. સંબંધો વન-વે ન હોય.  
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

જે દરરોજ નવો રોમાંચ સર્જી શકે છે એનો પ્રેમ દરરોજ તરોતાજા રહે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

સંબંધમાં સવાલ બસ સહજ, સાત્ત્વિક અને સંવેદનાસભર હોવો જોઈએ. સંબંધમાં વધુ ભાર લદાય ત્યારે જ સંબંધ સંકોચાઈ જતો હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

એકબીજામાં એકબીજાની હાજરી એ સંબંધ અને સંવાદની અલૌકિક અવસ્થા છે. ઓતપ્રોત હોવાનો અર્થ જ એ છે કે એકબીજામાં ખોવાઈ જવું!   
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

મુક્તિ કે બંધન, એની મર્યાદા ન ચુકાવવી જોઈએ. બંધન પણ પ્રિય લાગવું જોઈએ, પોતાની વ્યક્તિ માટે કંઈક કરવાની જેટલી મજા છે, એટલી જ મજા એને ગમતું ન હોય એવું ન કરવામાં આવવી જોઈએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમ ન હોય તો પેલેસ પણ જેલ જેવો લાગતો હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat