એક સુંદર મજાનું જંગલ હતું તેમાં ઘણાં પશુપક્ષીઓ હળીમળીને રહેતા હતા.
આ જંગલમાં એક ગરુડ પણ ઉંચી ડાળ પર પોતાનો માળો બનાવીને રહેતું હતું.
તે રહેતું હતું, તેનાથી જંગલના પશુપક્ષીઓ ને કોઈ સમસ્યા ના હતી, છતાં પણ તે ગરુડ જંગલના અન્ય પ્રાણીઓને છંછેડવા માટે હંમેશા તત્પર રહેતું, તે પોતાની ઉડવાની તાકાત અને ચાંચ ની તીક્ષણ તાકાત થી જંગલમાં બધાને હેરાન કર્યા કરતું હતું.
જંગલમાં એક હાથી રહેતો હતો. આ ગરુડ તે હાથીનાં બચ્ચાને વારંવાર તેના ઉપરથી ઝડપથી ઉડીને તેની પીઠ પર ચાંચ મારીને હેરાન કરતું હતું.
હાથી મજબૂર હતો કેમકે તેની પાસે બળ હતું પણ ઉડવાની તાકાત ક્યાં હતી!તેમજ તેનું રહેઠાણ પણ જોયું ના હતું.
આ જ જંગલમાં એક અજગર પણ રહેતો હતો. આ ગરુડ જ્યારે પેલો અજગર ખોરાકની શોધમાં બહાર ગયો હોય ત્યારે તેના બચ્ચાને ઉઠાવીને મારીને ખાઈ જતું. તેને પણ ખૂબ જ દુઃખ થતું અને ગરુડ પર ગુસ્સો આવતો હતો.તેને ગરુડ નો માળો જોયો હતો પણ તે ત્યાં જાય તો ગરુડ તેની ચાંચથી તેને જખ્મી કરી દેતું હતું.
એક વખત હાથી પાસે પોતાનું બચ્ચું રડતું રડતું આવ્યું અને કહેવા લાગ્યું કે પેલું ગરુડ મને વારંવાર ચાંચ મારીને ઉડી જાય છે.
હાથી આ સાંભળી ખુબજ ગુસ્સે ભરાઈ છે પરંતુ તે કરે તો કરે શું?
આ સમયે વૃક્ષની બખોલમાં બેઠેલા અજગરે આ વાત સાંભળી. અજગરે હાથીને પણ પોતાની દર્દભરી દાસ્તાન કહી અને કહ્યું કે જો મને તમે સપોર્ટ મળે તો હું તેની શાન ઠેકાણે લાવી દઉં.
હાથીએ કહ્યું, હા ચોક્કસ.
અજગરે કહ્યું કે જે ઝાડ પર તે માળો બનાવી રહે છે,તે મેં જોયો છે ત્યાં ચાલો.
બન્ને તે ઝાડ પાસે ગયા.
અજગરે કહ્યું હવે તમે તમારી સૂંઢ વચ્ચે તેનો માળો છે તે ડાળી બરાબર હલાવો.
હાથીએ તે પ્રમાણે કર્યું તેના માળા વાળી ડાળી બરાબર હલાવી.
ગરુડે ઘણા પ્રયત્નો કર્યા પણ પોતાના માળાને બચાવી શક્યું નહી કેમકે હાથીની તાકાત આગળ તેનું કશું જ ચાલ્યું નહીં.
જેવો માળો નીચે પડ્યો અજગર તાકીને જ બેઠો હતો તેને તેનાં બે બચ્ચાં ચાંઉ કરી લીધાં.
ગરુડને પોતાની ભૂલ સમજાઈ કે મેં તેમને ખોટી રીતે હેરાનગતિ કરીને ખુબ જ ખોટું કર્યું છે.હવે પછી હેરાનગતિ નહીં કરું તેવું હજુ મનોમન નક્કી કરે છે.