"ગુજરાત તેત્રીસ જીલ્લાઓ ધરાવતો એક એવુ રાજ્ય છે કે જ્યાં બાર ગાઉએ બોલી બદલાતી રહે છે.પોતાની માતૃભાષાના તહેવારોની સાથે બીજા રાજ્યોને પોતાનો પવિત્ર તહેવાર માનીને ઊજવતો આવતો વિકસિત ગુજરાત રાજ્ય શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરતો આવ્યો છે.ગુજરાતી મિડિયમની સાથે બીજા રાજ્યમાંથી અહીં ગુજરાન ચલાવવા વસતા લોકો માટે અંગ્રેજી મિડીયમના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિકને પણ એટલી જ પ્રાધાન્યતા આપેલી છે." "ગુજરાત રાજ્યમાં જેમ ભાષાઓ અનેકગણી સાંભળવા મળતી આવી છે.એમ જ નદીઓ પણ ભરપુર માત્રામાં જોવા મળતી આવી છે.દરેક નદીઓના
Full Novel
એકાંત - 1
"ગુજરાત તેત્રીસ જીલ્લાઓ ધરાવતો એક એવુ રાજ્ય છે કે જ્યાં બાર ગાઉએ બોલી બદલાતી રહે છે.પોતાની માતૃભાષાના તહેવારોની સાથે રાજ્યોને પોતાનો પવિત્ર તહેવાર માનીને ઊજવતો આવતો વિકસિત ગુજરાત રાજ્ય શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરતો આવ્યો છે.ગુજરાતી મિડિયમની સાથે બીજા રાજ્યમાંથી અહીં ગુજરાન ચલાવવા વસતા લોકો માટે અંગ્રેજી મિડીયમના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિકને પણ એટલી જ પ્રાધાન્યતા આપેલી છે.""ગુજરાત રાજ્યમાં જેમ ભાષાઓ અનેકગણી સાંભળવા મળતી આવી છે.એમ જ નદીઓ પણ ભરપુર માત્રામાં જોવા મળતી આવી છે.દરેક નદીઓના એમનાં ગામના નામ સાથેની વિશિષ્ટતાઓ જોવાં મળતી આવી છે.ઘણી ખરી નદીઓના નામ પરથી ગુજરાતી ચલચિત્રો પણ બનાવવામાં આવ્યા છે.જે પૌરાણિક નદીઓનું પોતાનું વિશિષ્ટ માહાત્મ્યની ...Read More
એકાંત - 2
સોમનાથ મહાદેવ મંદિરનાં પવિત્ર સ્થળે પ્રવિણ એનાં છ સભ્યો સાથે હસી ખુશીથી જીવન પસાર કરી રહ્યો હતો. પોતે એક હોવાથી નોકરી પરથી નિવૃત થઈને સોમનાથનાં પવિત્ર ઘાટે આવીને એનો ફુરસદનો સમય એના પિતાજીનુ ગોરપદુ સંભાળીને દેશ - વિદેશથી સોમનાથ આવનાર યાત્રાળુઓ માટે નાની મોટી પૂજાવિધિ કરાવી લેતો અને એ લોકો જે કોઈ દક્ષિણા આપે એ સોમનાથ દાદાનો પ્રસાદ માનીને માથે ચડાવી લેતો. એવામાં મુંબઈથી આવેલ એક ફેમિલી એમનાં મૃત પતિનાં આત્માની શાંતિ માટે પ્રવિણ પાસે અઢી કલાક પિતૃકાર્ય કરાવ્યું. પ્રવિણના કહેવાથી એ વૃધ્ધ મહિલાએ પ્રવિણને પાંચસો રુપિયાની નોટ પકડાવીને ત્યાંથી વિદાય લઈ લીધી.પ્રથમ તે વૃધ્ધ મહિલાએ પ્રવિણ પાસે ખોટું ...Read More
એકાંત - 3
પ્રવિણ અને વત્સલ હજુ સોમનાથ મંદિરના ત્રિવેણી ઘાટ પાસે ઊભા ઊભા વાતો કરી રહ્યા હતા. બીજા દિવસે મહાશિવરાત્રીનુ પાવન હોવાથી ભીડ વધવા જઈ રહી હતી."વત્સલ, તું મને એ તો કહે કે, તું અહી શું કરવા આવ્યો હતો ?""અરે હા દાદાજી, આવતી કાલે મહા શિવરાત્રી છે તો દાદીજી તમને ઘરે કંઈક કામ માટે બોલાવી રહ્યાં છે. તમે આટલા વર્ષોમાં હજુ સાદો સેલફોન પણ રાખતા નથી. આથી મારે અહીં આવવું પડ્યું."વત્સલના કહેવાથી પ્રવીણને મહાશિવરાત્રીના દિવસે ઘરની સામગ્રી લેવા જવાનું યાદ આવી ગયું. દર વર્ષની જેમ મહાશિવરાત્રી પર પૂજાની સામગ્રીથી લઈને ફળાહાર લઈ આવવાની દરેક જવાબદારી પ્રવિણના હાથમા હતી.સોમનાથ મંદિર એ બાર ...Read More
એકાંત - 4
પરિવારના માળાનાં પારેવડા રંગ - રૂપથી એક સરખાં ના હોય અને સ્વભાવ અને વર્તનથી પણ કદી કોઈ એક સરખાં મળતાં નથી. દલપતદાદાના માળામા છ સભ્યોનાં પારેવડાં એમની ઉંમર પ્રમાણે નાનાં મોટાં હતાં. એ સાથે એક પારેવડું એમનાં વિચારો પરથી ઘણું નાનું પડી જતું હતું.હેતલની વાતોથી દલપતદાદાને ખૂબ દુઃખ લાગી આવ્યું હતું. તેઓ હેતલની સામે કશું બોલીને વાતને વધારવાં માંગતાં ન હતાં. આથી તેઓ વાતને ટુંકાવીને એમનાં ઊઠવા અને બેસવા માટે ફાળવેલ લીવીંગ રુમમા જતા રહ્યા.લીવીંગ રૂમમાં રહેલ એમના સિંગલ લોખંડના પલંગ પર લાકડીને બે હાથે પકડીને ધ્રૂજતા શરીર અને ધ્રૂજતી વેદના સાથે બેસી ગયા. તેઓ પલંગની સામે રહેલ દિવાલ ...Read More
એકાંત - 5
ઘરની અંદર સવારથી પ્રવિણ અને રવિની ગેરહાજરી બાદ માહોલ ગરમ થઈ ગયો હતો. એ અસર રાતનાં જમણવાર સુધી ઘરની દિવાલોમાં નજરકેદ હતી. પારુલ અને હેતલ એકબીજાને બોલાવ્યાં વિના પ્રવિણ અને રવિની થાળીમાં જમવાનું પીરસી રહ્યાં હતાં.પ્રવિણ રવિની વાત સાંભળીને એક નજર પારુલ અને હેતલ પર કરી લીધી. તેઓ બન્ને મૂંગે મોઢે એકબીજાની સામે જોયાં વિના તેની અને રવિની થાળીમાં એક પછી એક જમવાનું પીરસી રહ્યાં હતાં."લાગે છે કે આજ રવિના ઓફીસની સ્ટ્રાઈક ઊડતી ઊડતી ઘર સુધી આવી ગઈ છે. અત્યારે કાંઈ બોલવું નથી નહિતર ભૂખ્યું રહેવું જોશે." પ્રવિણ મનમાં વિચાર કરીને જમવાની શરુઆત કરી."પિતાજીએ જમી લીધુ છે?" પ્રવિણે જમવાનો ...Read More
એકાંત - 6
કાળી અંધારી રાત થઈ ચુકી હતી. સોમનાથના લોકો દરિયાના ઘુઘવાટા મોજાંઓનાં અવાજો સાથે મીઠી નિંદરમાં ગરકાવ થવાની તૈયારીમાં હતાં. મુક્ત રહેનાર લોકો તો નિંદર સાથે દોસ્તી કરી પણ લીધી હતી. આ સોમનાથમાં આવેલાં નાના મોટાં ઘરોમાં પ્રવિણનું ઘર હજું ચિંતાઓથી ઘેરાઈને જાગી રહ્યું હતું. હેતલ તેનાં રૂમમાં રવિનો હાથ પકડીને સવારથી તેની અને વત્સલ સાથે બનેલી ઘટનાનું વર્ણન કરીને રવિને અલગ થવાં માટે ઉશ્કેરી રહી હતી, તો બીજી તરફ પ્રવિણ તેના રૂમમાં પારુલનાં પૂછાયેલાં સવાલ સામે એક નવો સવાલ પારુલ સામે લાવીને ઊભો કરી દીધો."મે તને જે સવાલ પૂછ્યો એ જ તારાં સવાલનો જવાબ છે. જો તું મારાં એ ...Read More
એકાંત - 7
પારુલ સોમનાથ દાદાને પ્રાર્થના કરીને સુઈ ગઈ એ આશાએ કે સોમનાથ દાદા આ પરિવારનાં બે ભાગ ના કરે. સાસુનાં વિચારોની સાથે હેતલે સોમનાથ દાદાને પ્રાર્થના કરી કે, એ વહેલી તકે આ ઘરથી અલગ થઈને પોતાનું એક અલગ ઘર બનાવે. જોકે પારુલ અને હેતલની વાતોથી સવારે પ્રવિણ અને રવિનો નવો ફેસલો શું જણાવશે? એની જાણ એમણે સોમનાથદાદાને પણ થવાં દીધી ન હતી.વહેલી સવારે કુકડાનાં કુકડે કુકની સાથે પરિવારનાં એક પછી એક સભ્યો જાગી ગયાં હતાં. દલપતદાદા એમની લાકડી લઈને પાસે રહેલાં મંદિરમાં દર્શન કરવા જતા રહ્યા.વત્સલે મંદિરે જાવાની જીદ્દ કરી તો એ એને સાથે લેતા ગયા.પ્રવિણ અને રવિ એમનાં રુમમાં ...Read More
એકાંત - 8
કોઈ વ્યક્તિ હેતલનાં નિર્ણય પર સાથ આપી રહ્યું હતું. દરેક સભ્યે એ વ્યક્તિ ને જોયો તો કોઈ વિશ્વાસ કરી નહી કે હેતલને અલગ થવા માટે દલપતદાદા કહી રહ્યાં હતાં.આંગણામાં ક્યારનાં ચૂપચાપ સાંભળી રહેલાં દલપતદાદા એક હાથમાં લાકડી અને બીજો હાથ વત્સલના ખભાનો ટેકો લઈને અંદર આવતા હતા. સૌ દલપત દાદાની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા.દલપતદાદા આખરે હેતલનાં પક્ષમાં રહીને બોલ્યાં. એ વાતની સૌથી વધુ ખુશી હેતલને થવાની જ હતી ! દલપતદાદાના ફેસલાથી જો સૌથી વધુ નાખુશ હોય તો એ પારુલ હતી. હવે પ્રવિણને પણ પારુલની લાગણી સમજાય રહી હતી. એ હવે ઈચ્છતો ના હતો કે રવિ અને હેતલ ઘર ...Read More